Har Ghar Tiranga Certificate Download: તો મિત્રો ઓગસ્ટ મહિનો આવી ચૂક્યો છે અને ઓગસ્ટ મહિનાની અંદર હવે 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસને હવે બે દિવષ બાકી રહ્યા છે. ત્યારે ભારત દેશના લોકો દેશ પ્રત્યેની ભાવનાઓને ઉજાગર કરી રહ્યા છે અને તે સ્વતંત્રતાના આ દિવશનો આનદ માણી રહ્યા છે. એવામાં ભારત દેશની મોદી સરકાર દ્વારા પણ દરેક ઘરે તિરંગો લહેરાવવા માટેની અભિયાન શરૂ કરવામાં આવેલું છે જેની અંદર દરેક વ્યક્તિ ફરજિયાત પોતાના ઘર પર તિરંગો લગાવી અને આ અભિયાનની અંદર જરૂરથી જોડાવું જોઈએ. આ અભિયાન એ ઓગસ્ટ મહિનાની 9 તારીખથી લઈ અને 15 ઓગસ્ટ સુધી યચાલુ રાખવામાં આવશે.
હર ઘર તિરંગા અભિયાન 2024 | Har Ghar Tiranga Certificate Download
આ અભિયાન ની અંદર ભારત દેશ નો દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે અને તે પોતાના ઘરે બેઠા સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકે છે. આ હર ઘર તીરંગા અભિયાનને આપણા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અને આ હર ઘર તીરંગ યોજનાની આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પણ તેમની મન કી બાત કાર્યક્રમની અંદર આ અભિયાન અંગેની ચર્ચા વધુ માં વધૂ કરેલી છે.
આ અભિયાન ની ચર્ચા ની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દરેક લોકોને વધુમાં વધુ આ અભિયાન સાથે જોડાવા માટેની વાત હમેશ કરવામાં આવે છે. તથા દરેક પોતાના ઘરે ઘરે તિરંગો લહેરાવી અને આ અભિયાનમાં જોડાવાની વાત જરૂરથી કરવામાં આવેલી છે. આ યોજનાની સાથે સાથે જ અત્યારે સોશિયલ મીડિયા નો બહુ જ ઉપયોગ થઈ રહ્યો છે તેની અંદર પણ ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ની અંદર દરેક વ્યક્તિઓ તિરંગા સાથેની સેલ્ફીઓ અપલોડ કરી અને આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.
હર ઘર તિરંગા સર્ટિફિકેટ શું છે ?
આ અભિયાનમાં દરેક લોકોએ પોતાના ઘરે તિરંગો લહેરાવવાની સાથે સાથે સર્ટિફિકેટ આપવાનું પણ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરથી આયોજન કરવામાં આવેલું છે. આ સર્ટિફિકેટ એ તમે તમારા મોબાઈલ દ્વારા બનાવી અને ડાઉનલોડ કરી શકો છો અને દેશ સાથેની તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. આ અભિયાન માટે સર્ટિફિકેટ મેળવવા ભારત સરકાર દ્વારા એક વેબસાઈટ લોન્ચ કરવામાં આવેલી છે જેની અંદર તમે તિરંગાની સાથે તમારી પોતાની સેલ્ફી અપલોડ કરી અને તેનો સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. તો આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની વિગતવાર માહિતી પણ અમે લોકોએ નીચે દર્શાવેલી છે.
હરઘર તિરંગા સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
ભારત સરકાર દ્વારા સરસ એવી વેબસાઈટ તમારા માટે ખુલ્લી મુકવામાં આવેલી છે જે વેબસાઈટનું નામ છે harghartiranga.com જે વેબસાઈટ ઉપરથી તમે પણ તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
- આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ harghartiranga.com વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
- આ પેજ ની અંદર તમને તારીખ દર્શાવવામાં આવેલી છે 9 થી 15 ઓગસ્ટ અને ત્યાં સામે જ તમને અપલોડ સેલ્ફી નો ઓપ્શન પણ દેખાઈ આવશે.
- પછી તમારે ત્યાં તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવાની રહેશે.
- સેલ્ફી અપલોડ કર્યા બાદ તમને મોબાઈલ નંબર અવશ્ય દાખલ કરવાનું કહે છે તેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ તમારે કન્ટ્રી સિલેક્ટ (દેશ પસંદ) કરી અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી સામે હર ઘર તિરંગા 2024 નું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે અને તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને તે સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો.
દેશના તમામ નાગરિકને આ અભિયાન ની અંદર ભાગ લઈ અને સર્ટીફીકેટ જરૂરથી ડાઉનલોડ કરી લેવું અને હર ઘર તીરંગા અભિયાન ની અંદર દરેકને ભાગ લેવો જોઈએ.