Pradhan Mantri Fasal Bima Yojana: ખેડૂતો માટે ખુશીના સમાચાર, જે ખેડૂતોને પાકને નુકસાન થયું હસે તેને મળસે રૂ 22,000/- હજાર

Pradhan Mantri Fasal Bima Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા વધુ પડતાં વરસાદના પરિણામે ગુજરાતના ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાત રાજ્ય ની સરકાર આર્થિક નુકસાની માં સહાયરૂપ થવા ગુજરાત રાજતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંજૂરીથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આપડા રાજ્યની સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. ગુજરાત રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપત્તિ સમયે કેદ્ર ની ભારત અને રાજ્યની ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે

ખેડૂતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા કેટલા પેકેજની જાહેરાત કરી છે ?

વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક તાજેતરના ભારે વરસાદને કારણે થયેલા ગંભીર આર્થિક નુકસાનના જવાબમાં, રાજ્ય સરકારે ખેડૂતોને ટેકો આપવાના હેતુથી રૂ. 350 કરોડના રાહત પેકેજનું અનાવરણ કર્યું છે. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે 18 અને 24 જુલાઈની વચ્ચે સતત અને ભારે વરસાદને કારણે નવ જિલ્લાઓને અસર થઈ છે, જેમાં લગભગ ચાર લાખ હેક્ટર ઊભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળોના ઝાડને નુકસાન થયું છે.

Pradhan Mantri Fasal Bima Yojana: આ રાહત પેકેજ હેઠળ, જે ખેડૂતોને બિન-પિયત ખરીફ પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું છે તેમને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની મહત્તમ સહાય મળશે. જેમને સિંચાઈના પાકમાં નુકસાન થયું છે તેમના માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા વળતર નક્કી કરવામાં આવ્યું છે.

વધુમાં, વાર્ષિક બાગાયતી પાકો માટે, સરકાર મહત્તમ બે હેક્ટર માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટરનું વળતર આપશે, જો નુકસાન 33% કે તેથી વધુ હોય. આ રાહત પેકેજનો હેતુ ખેડૂતોને પૂરની વિનાશક અસરમાંથી બહાર આવવા અને કૃષિ ક્ષેત્રની સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવાનો છે.

1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે

Pradhan Mantri Fasal Bima Yojana: આ યોજનામાં રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો માહિતી આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જુનાગઢ દેવભૂમિ દ્વારકા,રાજકોટ,આણંદ,પોરબંદર,ભરૂચ,સુરત,નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં ભારે વરસાદ આશરે 4,06,892 હેક્ટર આ વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી આ યોજના માટે વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ યોજના જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

દરેક ખેડૂતને કેટલી સહાય મળસે

  • આ યોજનામાં ખરીફ પાક 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત (જેમાં પાણી ની સુવિધા ના હોય) ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એચડીઆરએફ ના નોમ્સ મુજબ 8500 તેમજ ગુજરાત રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2500 સહાય મળી કુલ ₹11,000 પ્રતિ હેક્ટર લેખે દરેક ખેડૂતના ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
  • આ યોજનામાં પિયત પાકોના 33% કે તેથી જો વધુ નુકસાન થયું હોય તો એ માટે એચડીઆરએફ ના નામ મુજબ ₹17,000 તેમજ ગુજરાત રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 5000 સહાય મળી રેવાની છે કુલ 22000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
  • જો કેડુતને બહુ વર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ મુજબ ₹22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

1 thought on “Pradhan Mantri Fasal Bima Yojana: ખેડૂતો માટે ખુશીના સમાચાર, જે ખેડૂતોને પાકને નુકસાન થયું હસે તેને મળસે રૂ 22,000/- હજાર”

Leave a Comment